જિલ્લાના ગોંડલ તાલુકામાંથી એક ચોંકાવનારો અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામ ખાતે રવિવારના રોજ વહેલી સવારે રાજકોટ રૂરલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા વિનુભાઈ ખૂંટ નામના વ્યક્તિના ફાર્મ હાઉસમાં દરોડો પાડી દારૂની મહેફિલ માણી રહેલા સ્કુલ કોલેજના વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા કુલ ૧૪ જેટલા વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જે પૈકી નવ જેટલા વિદ્યાર્થીઓ સગીર વયના હોવાનું સામે આવ્યું છે. આમ, નાની ઉંમરે વિદ્યાર્થીઓ નશાના રવાડે ચડ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામ ખાતે ફાર્મ હાઉસમાં રેઇડ પાડીને સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓને દારૂની મહેફિલ માણતા ઝડપી પાડવામાં આવ્યા છે. નવ સગીર વયના વિદ્યાર્થીઓ સહિત કુલ ૧૪ જેટલા વિદ્યાર્થીઓને દારૂની મહેફીલ માણતા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા ૮,૮૯૨ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પુખ્ત વયના વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાં તીર્થ પટેલ, દેવાંશ પટેલ, કરંજ પટેલ, ધ્વનિલ જૈન, આસ્વત દરજી સહિતના વિદ્યાર્થીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તમામ ૧૪ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ રાજકોટ શહેરના પોર્સ એરિયામાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીએસઆઇ બી.સી.મિયાત્રા વાતચીતમા જણાવવામાં આવ્યું હતું કે, લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ચોક્કસ રાહથી બાતમી મળી હતી કે, ગુંદાસરા ગામની સીમમાં અરડોઈ રોડ ઉપર વિપુલ ખુંટ નામના વ્યક્તિના ફાર્મ હાઉસમાં કેટલાક વ્યક્તિઓ દારૂની મહેફિલ મળી રહ્યા હોય તે પ્રકારની બાતમી મળી હતી. જે બાતમીના આધારે ફાર્મ હાઉસ ખાતે પહોંચતા કેટલાક યુવાનો દારૂની બોટલો સાથે તેમજ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. ઝડપાયેલા ૧૪ વ્યક્તિઓ પૈકી નવ વ્યક્તિઓ સગીર વયના હોવાનું તેમજ ધોરણ ૧૨માં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે. સગીર વયના જે બાળકો ઝડપાયા છે તેમાંથી મોટાભાગના રાજકોટ શહેરની નામાંકિત શાળામાં અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ વિજય ઓડેદરાના જણાવ્યા અનુસાર ૮૦૦૦થી વધુ ની કિંમતની દારૂની બોટલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ત્યારે દારૂની મહેફિલ માણી રહેલા સગીરવયના બાળકો તેમજ કોલેજીયન વિદ્યાર્થીઓ પાસે દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે સહિતની બાબતો અંગે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.