બોટાદના રાણપુરમાં સગીરા સાથે અજપલાની ઘટના સામે આવી છે. દરમિયાન સગીરાનો મેડિકલ રિપોર્ટ કરાવવામાં આવતા તેની સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવતા ચકચાર મચી છે. સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા પોલીસે ફરિયાદમાં દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો છે.
આબનાવની વિગત મુજબ આરોપીએ સગીરાને ચોકલેટની લાલચ આપીને તેના ઘરે બોલાવી હતી. બાદમાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરીને આરોપીની ધરપકડ કરી હતી.