ભાવનગરમાં પુત્રએ પિતાની હત્યા કરી છે. ઇસ્માઇલ કુરેશીની પુત્રએ હત્યા કરી છે. પિતાએ રૂપિયા ન આપતા પુત્રએ પિતાની હત્યા કરી હતી. પિતાએ રૂપિયા ન આપતા પુત્રએ છરીના ઘા ઝીંક્યા હતા. સારવાર દરમિયાન ઇસ્માઇલ કુરેશીનું મોત થયું હતું. બોળતલાવ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ અગાઉ ભાવનગર જિલ્લામાં બનેલી આવી જ ઘટનામાં કળયુગી પુત્ર એ પોતાના વૃદ્ધ પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે.જમવા જેવી સામન્ય બાબતે પોતાની માતા સાથે ઝગડો કરતા પુત્રને પિતા એ ઝગડો કરવાનુ ના કહેતા ઉશ્કેરાઈ ગયેલા પુત્રએ માતા-પિતાને માર માર્યો હતો જેમાં પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું અને તેની વૃદ્ધ માતા નિમુબહેનને નોંધારા કરી નાખ્યા હતા.પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે.
ભાવનગર જિલ્લાના વરતેજ તાલુકાના શામપરા ખોડિયારમાં રહેતા ટીડાભાઈ રાભડીયાનો પુત્ર ભરત રાભડીયાએ પોતાના જ પિતાની માથાના ભાગે લાકડાનો ધોકો મારી દેતા વૃદ્ધ પિતાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે વરતેજ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પુત્ર ભરત ને જેલ હવાલે કરી નાખ્યો છે.
બનાવની વિગત જાઈએ તો ભરત રાભડિયા છૂટક મજૂરી કામ કરતો હોય જેને થોડા દિવસ પહેલા રાત્રીના સમયે જમવા માટે પોતાની માતા સાથે ઝગડો થયો હતો જેથી તેના પિતા ટીડાભાઈએ તેને માતા સાથે ઝગડો ના કરવાનું કહેતા પુત્ર ઉશ્કેરાયેલો હતો અને તેને માતા પિતાના માથે લાકડાના ધોકા વડે માર મારી નાસી છુટયો હતો.માતા પિતા બંને સારવાર માટે ૧૦૮ મારફતે ભાવનગરની સિવિલ હોÂસ્પટલમાં સારવાર માટે આવ્યા હતા જ્યાં ટીડાભાઈ રાભડીયા નું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો.