ખાંભાના મોટા બારમણ ગામે રહેતા દેવશીભાઈ કાનાભાઈ વાઢેર (ઉ.વ.૫૮)એ જાહેર કર્યા મુજબ, તેઓ વર્ષ ૨૦૧૮માં મોટા બારમણ ખાતે સરપંચ તરીકે ફરજ બજાવતા હતા. જેથી બારમણ ગામે સંબંધીત અધિકારીએ ગૈચર દબાણ દૂર કરવા હુકમ કર્યો હતો. જેથી જાહેર કરનાર મનુભાઇ કરશનભાઇ પરમાર, મુકેશ કરશન પરમાર, વાલા માંડણ પરમાર વગેરેને દુર કર્યા ન હોવાથી જાહેર કરનારે તેમની વિરૂધ્ધ લેન્ડ ગેબ્રીંગ અરજી કરી હતી. જે વાતનું મનદુઃખ રાખી મનુભાઇ કરશનભાઇ પરમાર, મુકેશ કરશન પરમાર, વાલા માંડણ પરમાર, પ્રકાશ મનુભાઇ પરમાર (સાગર મનુભાઇ પરમાર), પ્રભાબેન મનુભાઇ પરમાર, નાવનાબેન મનુભાઇ પરમાર, ચીથર કાના પરમાર, જીતુ ચીથર પરમાર, કોશીક જીતુભાઇ પરમાર, શાન્તુબેન ચીથર પરમાર, કેશુભાઇ ચીથર પરમાર, પાંચીબેન પરમારે તેમની વિરૂદ્ધ ખોટી ફરિયાદો કરી તેમને તથા તેના પરિવારને માનસિક ત્રાસ આપી ખોટી રીતે હેરાન કરતા હતા. જેથી તેમણે જાફરાબાદ જી.એચ.એલ.ના ખારા પાસે ઝેરી દવા પી લીધી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ ભોળાભાઈ મોહનભાઈ વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.