સિંઘમ અગેઈનના વિલન અર્જૂન કપૂરે આખરે બ્રેકઅપ અંગે રિએક્શન આપ્યું છે. છેલ્લા કેટલાય સમયથી એવી ચર્ચા હતી કે મલાઈકા અરોડા સાથે તેનો સંબંધ તૂટી ગયો છે. હવે પહેલીવાર અર્જૂન કપૂરે કહ્યું કે તે સિંગલ છે. સોમવારે અર્જૂન કપૂર રાજ ઠાકરેની દિવાળી પાર્ટીમાં પહોંચ્યો હતો. હાલ તે સિંઘમ અગેઈન ફિલ્મ અંગે ચર્ચામાં છે. તે રોહિત શેટ્ટી અને અજય દેવગણની ફિલ્મમાં વિલનની ભૂમિકામાં છે. આવું પહેલીવાર બનશે કે જ્યારે અર્જૂન કપૂર પડદા પર ખલનાયકની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ ૧ નવેમ્બર ૨૦૨૪ના રોજ થિયેટરમાં રજૂ થશે.
દિવાળી પાર્ટી દરમિયાન જ્યારે અર્જૂન કપૂર પહોંચ્યો તો તેને સતત એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો હતો અને તે હતો મલાઈકા વિશે. ત્યારે અર્જૂને કહ્યું કે, ‘નહીં હાલ સિંગલ છું, રિલેક્સ રહો.’ હવે અભિનેતાના સિંગલ હોવા વાત સાંભળીને સોશિયલ મીડિયા પર ફેન્સ પણ રિએક્ટ કરવા લાગ્યા છે.
અર્જૂન કપૂરે રિલેશનશીપ અંગે કહ્યું કે, તેમણે લાંબુ અને હેન્ડસમ કહ્યું. એવું લાગે છે કે લગ્નની વાત કરી રહ્યા છો. આથી મે કહ્યું કે પહેલા રિલેક્સ થાઓ. હેપ્પી દિવાળી પણ. અમે બધાએ તમારા માટે ખુબ જ સારી ફિલ્મ બનાવી છે. આ અગાઉ પિંકવિલાના એક રિપોર્ટમાં કહેવાયું હતું કે મલાઈકા અરોડા અને અર્જૂન કપૂરનો સંબંધ તૂટી ગયો છે. બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો છે. બંનેએ ખુબ જ ગરિમાપૂર્ણ રીતે અલગ થવાનો નિર્ણય લીધો છે. અત્રે જણાવવાનું કે બ્રેકઅપ થવા છતાં
આભાર – નિહારીકા રવિયા જ્યારે મલાઈકાના પિતાનું નિધન થયું તો તે તેના ઘરે પહોંચ્યો હતો.
મલાઈકા અરોડા અને અર્જૂન કપૂર વર્ષ ૨૦૧૮થી ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. બંનેએ અનેકવાર સોશિયલ મીડિયા પર પ્રેમ છલકાવ્યો તો અનેકવાર વેકેશનની તસવીરો પણ શેર કરી હતી.