દિવાળીના પર્વે સાવરકુંડલામાં ભગવાન મહાવીર સ્વામીના અનુયાયી માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર દ્વારા જરૂરિયાતમંદો માટે કરિયાણું અને મીઠાઈની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પરિવાર છેલ્લા ૭ વર્ષથી રક્તદાન કેમ્પ, ગરમ કપડાનું વિતરણ, કરિયાણાની કીટ, શિક્ષણ, મેડિકલ અને આરોગ્ય જેવી અનેક સેવાઓ સાવરકુંડલામાં પૂરી પાડે છે.