સાવરકુંડલામાં દિવાળીની રાત્રે જુના બસ સ્ટેન્ડ નજીક સંઘની સામે ભંગારના ડેલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા સમગ્ર વિસ્તારમાં ધૂમાડો જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરી અને ફાયર ફાઇટર ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, સાવરકુંડલા ટાઉન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને પી.જી.વી.સી.એલ. ટીમ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. ફાયર ફાઇટર ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે, આ આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી દિવાળીના તહેવાર નિમિત્તે નગરપાલિકાના અધિકારી ચીફ ઓફિસર બોરડ, પાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી દ્વારા શહેરમાં કોઈ દુર્ઘટના ન બને તેના માટે આગોતરી તૈયારી કરાવવામાં આવી હતી.