જાફરાબાદ ટાઉન પી.આઈ ભાચકન તેમજ પીએસઆઇ મોરીના અધ્યક્ષસ્થાને દિવાળી તેમજ નવા વર્ષના તહેવારને લઈ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા ગરીબોને મીઠાઈ તેમજ કપડા અને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં આવેલા બેટ વિસ્તારના ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકોને ફટાકડા, કપડા તેમજ મીઠાઈ આપવામાં આવી હતી. જેમાં જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના પી.આઈ, પીએસઆઇ તેમજ પોલીસ સ્ટાફ સાથે રહ્યો હતો.