ચલાલા મુકામે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી પ્રસંગે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્ય જે.વી. કાકડીયા તેમજ ચલાલા શહેરના કાર્યકરો પ્રકાશભાઈ કારિયા, ચલાલા શહેર ભાજપ પ્રમુખ પ્રવિણભાઈ માલવિયા, બાલાબાપુ, ભયલુભાઇ, કીરીટભાઇ કાકડીયા તેમજ ભાજપ યુવા ટીમના સભ્યો પ્રદિપભાઈ હિરપરા, અવિરતભાઈ માલા, સાગરભાઈ સાપરિયા તેમજ અન્ય મહાનુભાવોએ હાજરી આપી હતી.