કુંકાવાવ તાલુકાનાં જંગર ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. દુધાત પરિવાર દ્વારા યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ તા.પનાં રોજ થશે. જયારે કથાની પૂર્ણાહૂતિ તા.૧૧નાં રોજ થશે. કથાનો સમય સવારે ૮ઃ૩૦થી ૧૧ઃ૩૦ અને બપોરે ૩ઃ૩૦ થી ૬ઃ૩૦નો રહેશે. કથામાં સંતો અને મહંતો હાજર રહેશે. દરરોજ સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તા.૭નાં રોજ સવારે ૧૦ કલાકે રકતદાન કેમ્પ બાદ રાત્રે ૯ કલાકે રાસગરબા, તા.૯નાં રોજ સંતવાણી ડાયરો યોજાશે. કથામાં જિલ્લાનાં રાજસ્વી મહાનુભાવો તેમજ સ્થાનિક અધિકારીઓ હાજર રહેશે. કથા સમય દરમિયાન વિવિધ પાવન પ્રસંગો યોજાશે. શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા દુધાત પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.