રાજકોટમાં સાત વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાથી ચકચાર જાગી છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર બાળકી પર દુષક્રમ આચરવામાં આવ્યું હતું. તપાસમાં સફાઈ કામદાર તરીકે કામ કરતા શખ્સે બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે.આ અંગે બાળકીની માતાએ પોલીસ ફરિાદ નોંધાવી હતી.
ભોગ બનેલી બાળકી અને આરોપી એક હોસ્પિટલમાં સાથે કામ કરતા હોવાનું પોલીસે જણાવ્યું હતું. આ બનાવ ૪ નવેમ્બરના રોજ બન્યો હતો. નવાઈની વાત એ છે કે પિડીતાની માતાએ આરોપીને ધરમનો ભાઈ બનાવ્યો હતો.તેમછત્તા આરોપીએ બાળકીને પોતાની વાસનાનો શિકાર બનાવી હતી. ફરિયાદને પગલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.