સાઉથ કોરિયાએ ફેસબુક યુઝર્સની અંગત માહિતી ગેરકાયદેસર રીતે એકત્રિત કરવા બદલ સોશિયલ મીડિયા કંપની મેટા પર ૧૫ મિલિયનનો દંડ લગાવ્યો છે. પ્રાઈવસી મોનિટરિંગ કમિશને જણાવ્યું હતું કે મેટા માત્ર ફેસબુક યુઝર્સ વિશેની માહિતી એકત્ર કરી રહ્યું નથી પરંતુ તે ઘણા જાહેરાતકર્તાઓને પણ વેચી રહ્યું છે.
દક્ષિણ કોરિયાના પર્સનલ ઈન્ફોર્મેશન પ્રોટેક્શન કમિશને કહ્યું કે લગભગ ચાર વર્ષની તપાસ (જુલાઈ ૨૦૧૮ થી માર્ચ ૨૦૨૨ સુધી) પછી તેણે લગભગ ૯૮૦,૦૦૦ ફેસબુક યુઝર જેમ કે તેમના ધર્મ, રાજકીય મંતવ્યો વિશે સંવેદનશીલ માહિતી એકત્રિત કરી છે. આ સાથે, કંપનીએ લગભગ ૪,૦૦૦ જાહેરાતકર્તાઓ સાથે ડેટા શેર કર્યો છે. કમિશને કહ્યું કે મેટાએ ફેસબુક યુઝર્સના મનપસંદ પેજ અથવા કલીક કરેલી જાહેરાતોનું વિશ્લેષણ કરીને આ માહિતી એકઠી કરી છે.
તપાસ પંચના ડાયરેક્ટર લી યુન જંગે જણાવ્યું હતું કે, કંપનીએ વિશિષ્ટ ધર્મો, સમલિંગી, ટ્રાન્સજેન્ડર અને ઉત્તર કોરિયાના પક્ષપલટોથી સંબંધિત મુદ્દાઓ જેવા વિષયોમાં રસ ધરાવતા વપરાશકર્તાઓને ઓળખવા માટે જાહેરાતોનું વર્ગીકરણ કર્યું છે. જ્યારે મેટાએ આ સંવેદનશીલ માહિતી એકત્રિત કરી અને તેનો ઉપયોગ વ્યક્તિગત સેવાઓ માટે કર્યો. લીએ કહ્યું કે મેટાએ આ પગલાથી ફેસબુક યુઝર્સની પ્રાઈવસીને જાખમમાં મૂકી દીધી છે.