(એ.આર.એલ),હરદોઈ,તા.૬
ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા છે. અકસ્માતમાં ચાર લોકોની હાલત નાજુક હોવાનું કહેવાય છે. મૃત્યુઆંક વધી શકે છે. મળતી માહિતી મુજબ, બિલગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કટરા બિલહૌર હાઇવે પર ગામ રોશનપુર પાસે એક ઓટો અને ડીસીએમ વચ્ચે જારદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ૧૦ લોકોના મોત થયા હતા. ચાર ગંભીર રીતે ઘાયલ છે અને તેમને બિલગ્રામ સીએસસીથી જિલ્લા હોÂસ્પટલમાં રીફર કરવામાં આવ્યા છે.હરદોઈના પોલીસ અધિક્ષક નીરજ કુમાર જાદૌને જણાવ્યું કે મૃતકોમાં ૬ મહિલાઓનો સમાવેશ થાય છે. આ સિવાય મૃતકોમાં ત્રણ બાળકો અને એક પુરુષનો પણ સમાવેશ થાય છે. કુલ ૧૦ લોકોના મોત થયા છે જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે. તેઓ ખતરાની બહાર છે, પરંતુ વધુ સારી સારવાર માટે તેમને જિલ્લા હોસ્પટલમાં મોકલવામાં આવ્યા છે. ઘટનાસ્થળે પહોંચીને પ્રત્યક્ષદર્શીઓએ જાણ્યું કે એક મોટરસાઇકલને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ટક્કર થઈ હતી.
એસપી નીરજ કુમાર જાદૌને કહ્યું કે ડીસીએમને પકડી લેવામાં આવ્યો છે અને ઓટો ડ્રાઈવરની ઓળખ કરવામાં આવી રહી છે. મૃતકો અને ઘાયલોના પરિવારજનોને આ અંગે માહિતી આપવામાં આવી રહી છે. ઘાયલોની હાલત ખતરાની બહાર છે અને તેમને સારી સારવાર આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.મળતી માહિતી મુજબ, કટરા બિલ્હૌર રોડ પર ટેમ્પો અને ડીસીએમ વચ્ચે અથડામણ લગભગ ૧૨ઃ૦૦ વાગ્યે થઈ હતી. ઓટો માધવગંજથી બિલગ્રામ તરફ આવી રહી હતી અને રસ્તામાં રોશનપુર ગામના વળાંક પાસે સામેથી આવી રહેલા ડીસીએમ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જારદાર હતી કે ત્યાં બેઠેલા મુસાફરો દૂર નીચે પડી ગયા. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને બચાવીને બિલગ્રામ સીએસસીમાં મોકલ્યા જ્યાં ત્યાં સુધીમાં ૧૦ લોકોના મોત થઈ ચૂક્યા હતા.નજીકના ગ્રામજનોના જણાવ્યા અનુસાર, એક મોટરસાઇકલ સવારને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ડીસીએમ અને ઓટો વચ્ચે સામસામે અથડામણ થઈ હતી. ઘાયલોને હાલમાં જિલ્લા હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. અકસ્માતમાં માર્યા ગયેલાઓમાં ૬ મહિલા, ત્રણ બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે.