હરિયાણાના જીંદ જિલ્લામાં તૈનાત મહિલા પોલીસકર્મીઓએ જિલ્લામાં તૈનાત આઇપીએસ અધિકારી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. આ બાબતે મહિલા પોલીસ કર્મચારીઓએ સીએમ નાયબ સિંહ સૈનીને પત્ર લખીને આ બાબતે જાણકારી હતી. તેમાં ૭ મહિલા પોલીસકર્મીઓની સહી હતી.
જ્યારે આ પત્ર સોશિયલ મીડિયા પર વાયરલ થયો, ત્યારે સરકાર એક્શનમાં આવી ગઈ અને તપાસના આદેશ આપ્યા હતા. આ કેસની નોંધ લેતા હરિયાણા રાજ્ય મહિલા આયોગે એસપી સુમિત કુમારને સમન્સ પાઠવ્યા હતા. તેને ફરીદાબાદ એનઆઇટી ઓફિસમાં બોલાવ્યો અને તેનું નિવેદન નોંધ્યું.સાત મહિલા પોલીસ કર્મીઓએ ઈમેઈલ મારફત મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની, એડીજીપી અને અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીઓને પત્ર લખ્યા હતા. જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, એસએચઓ, ડીએસપી અને આઈપીએસ અધિકારી સાથે મળી હનીટ્રેપ અને સેક્સ રેકેટ ચલાવી રહ્યા છે. આ એસએચઓ અને ડીએસપી બંને મહિલાઓ છે.
જીંદમાં મહિલા પોલીસ કર્મચારીઓના યૌન શોષણના મામલામાં મહિલા આયોગ આજે બીજી વખત સુનાવણી કરવા જઈ રહ્યું છે. ૩૦ ઓક્ટોબરે પંચે આ કેસના તપાસ અધિકારી એસપી આસ્થા મોદીને બોલાવ્યા હતા. જાકે, તેમણે તેમની જગ્યાએ ડીએસપીને મોકલી તપાસ રિપોર્ટ રજૂ કર્યો હતો.
મહિલા યોગ પંચના અધ્યક્ષ રેણુ ભાટિયાએ એસપી સાથે વીડિયો કોલ પર પણ વાત કરી હતી, જે બાદ રેણુ ભાટિયાએ મહિલા પોલીસકર્મીઓને રૂબરૂ વાત કરવાનું કહ્યું હતું. આજે ૭ મહિલા પોલીસ કર્મચારીઓ આરોપી એસએચઓ અને ડીએસપીની સામે તેમની અગ્નિપરીક્ષાનું વર્ણન કરશે. નોંધનીય છે કે આ કેસમાં અધ્યક્ષ રેણુ ભાટિયાની માંગ પર આરોપી આઇપીએસ અધિકારી, મહિલા એસએચઓ ડીએસપીની બદલી કરવામાં આવી હતી.
સરકારે ૩ નવેમ્બરે એડીજીપી મમતા સિંહના નેતૃત્વમાં આ કેસમાં એસઆઇટીની રચના કરી હતી. બીજા દિવસે ૪ આૅક્ટોબરે,એડીજીપીએ જિલ્લા પર પહોંચ્યા જ્યાં આરોપી આઇપીએસ અધિકારી તૈનાત હતા. પોલીસ લાઈનમાં તેણે ૩૦ મહિલા પોલીસ કર્મચારીઓના નિવેદનો નોંધ્યા હતા. નિવેદન નોંધ્યા બાદ મમતા સિંહે આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. કમિટીની તપાસ ડીજીપીને સોંપવામાં આવશે.