રાજકોટ નાગરિક સહકારી બેન્કની ચૂંટણી પહેલા કલ્પક મણિયારને સમન્સ પાઠવવામાં આવતા સનસનાટી મચી ગઈ છે. મુંબઈ પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. કલ્પક મણિયાર નાગરિક સહકારી બેન્કના ભૂતપૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે. મુંબઈમાં ૮ કરોડની લોન ફ્રોડના કેસમાં તેમને આ સમન્સ પાઠવવામાં આવ્યું છે.
તેમને સમગ્ર કેસમાં સાક્ષી તરીકે રૂબરુ હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. લોનના મામલે આ સમન્સ યૂંટણી સમયે આવતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. આમ રાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીમાં મામા ભાણેજ વચ્ચે ચાલતી લડાઈ પહેલા આ મહ¥વના સમાચાર આવ્યા છે.
છેલ્લા ૨૭ વર્ષથી બિનહરીફ ચાલી રહેલી સિટીઝન બેંકના ડાયરેક્ટરની ચૂંટણીમાં આ વખતે ભાણેજ મામા સામે ગયા છે અને ભયંકર આક્ષેપ-પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા કલ્પક મણિયારે સિટીઝન બેંકમાં કૌભાંડો થઈ રહ્યા હોવાનું કહીને ચર્ચાનો દોર શરૂ કર્યો હતો ત્યારે એવું લાગી રહ્યું હતું કે આ વખતે તેઓ સિટીઝન બેંકની ચૂંટણીમાં પોતાના માણસોને મેદાનમાં ઉતારશે. એવું જ થયું.
કલ્પક મણિયારે કાકા જયોતિન્દ્ર મણિયાર દ્વારા સમર્થિત સહકારી પેનલ સામે સંસ્કાર પેનલનો મુકાબલો કર્યો છે. અને નાગરિક બેંકમાં મોટી આર્થિક કટોકટી ચાલી રહી છે અને વિવિધ શાખાઓમાં કૌભાંડો આચરાઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. યુનિયન દ્વારા સહકારી પેનલ માટે ૨૧ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં વડાપ્રધાન મોદીના વિશ્વાસુ સુરેન્દ્ર પટેલ ઉર્ફે સુરેન્દ્ર કાકા, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ભૂતપૂર્વ ચેરમેનનો પણ સમાવેશ થાય છે.
સંસ્કાર પેનલે હજુ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. શુક્રવારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પૂરી થાય તે પહેલા સંસ્કાર પેનલ નામોની જાહેરાત કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ વખતે નાગરિક બેંકમાં આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે કે બેંકમાં આઠ વર્ષથી હોદ્દો સંભાળનાર વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં, તેથી જયોતિન્દ્ર મણિયાર સહિતના નેતાઓ ચૂંટણી લડી શકે નહીં. બેંકના ૨૧ ડિરેક્ટરોની ચૂંટણીની આગામી તારીખ ૧૭મીએ યોજાનાર છે. કલ્પક મણિયારના આરોપોના જવાબમાં મણિયાર વિરોધી પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. આ પેમ્ફલેટમાં કરાયેલા આક્ષેપોથી સહકારી ક્ષેત્ર ચોંકી ઉઠ્‌યું છે.
પેમ્ફલેટમાં ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કલ્પક મણિયારે મુંબઈની ક્રિષ્ના હોસ્પિટલમાં રૂ. ૯૫ લાખનું કૌભાંડ કર્યું છે અને વધુમાં જણાવાયું છે કે આ છેતરપિંડીનો આરબીઆઈના રિપોર્ટમાં ઉલ્લેખ નથી, પરંતુ મુંબઈ પોલીસની ઈકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા જારી કરવામાં આવ્યો છે જારી કરાયેલા સમન્સની વિગતો જાહેર કરવા માટે પણ આપવામાં આવ્યું છે.આ પેમ્ફલેટમાં પાર્થ પ્લેસમેન્ટના નામે ભરતીમાં મોટા પાયે નાણાકીય કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત અરવિંદભાઈ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટના કાર્યક્રમો પાછળ બેંકના ખર્ચે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે.
કુબેર હોટલમાં પણ નાણાંકીય કૌભાંડ કરીને બેંકને ખાડામાં ધકેલી દેવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. આ પેમ્ફલેટમાં રાજમોતી ઓઈલ મિલ લોન કૌભાંડનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેડીપાડા શાખાના ૨૪ લોટના કૌભાંડનો પણ પર્દાફાશ થયો છે. નાગરિક ઉત્સવના નામે બેંકના એનપીએ હોલ્ડર દીપક મહેતા સાથે કયું મોટું આર્થિક કૌભાંડ આચરવામાં આવ્યું છે તેની પણ માહિતી માંગવામાં આવી છે. પેમ્ફલેટમાં એવું કહેવામાં આવ્યું છે કે કલ્પક મણિયારના પુત્ર કામેશ્વર સાંગાણી દ્વારા બેંકના નવા હેડક્વાર્ટરના નિર્માણમાં આચરવામાં આવેલા મોટા નાણાકીય કૌભાંડમાં કલ્પક મણિયારની સંડોવણી હોવાનો પણ આ પત્રિકામાં આક્ષેપ કરવામાં આવ્યો છે. ભેટ વિતરણમાં પણ નાણાંકીય ગોટાળાના આક્ષેપો કરવામાં આવ્યા છે.