અમરેલીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શશાંક મહાજન હોલમાં સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો.
આ સ્નેહમિલન કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીઓએ હાજર રહી એકબીજાને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ ઈતેશભાઈ મહેતા, સંગઠન મંત્રી ભાસ્કરભાઈ મકવાણા, જિલ્લા ઉપાધ્યક્ષ વિજયભાઈ દેસાઈ તથા જિલ્લા ઉપાધ્યક્ષ રશ્મીનભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.