અમરેલીમાં દિવાળીના તહેવાર પછી રોગચાળાએ માથું ઉચક્યું હોય તેમ શાંતાબા જનરલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસમાં વધારો જોવા મળ્યો છે. હોસ્પિટલમાં ઓપીડીનું પ્રમાણ વધ્યું છે. અમરેલીના અલગ અલગ વિસ્તારોમાં તાવ શરદી અને ઉધરસ જેવા કેસો જોવા મળી રહ્યા છે, જેમાં ડેન્ગ્યુના પોઝીટીવ દર્દીઓનો આંકડો ૪૩ એ પહોંચ્યો છે. શાંતાબા જનરલ હોસ્પિટલમાં ૨૩ દર્દીઓ રિપોર્ટ કરાવીને દાખલ થાય છે અને અન્ય ૨૦ દર્દીઓ બહારથી રિપોર્ટ કરાવીને જનરલ હોસ્પિટલમાં દાખલ થયા છે.