ઉમરેઠના બીએપીએસ મંદિરના પૂજારી પર ગંભીર આરોપ લાગ્યો છે. બીએપીએસ મંદિરના પૂજારી પર યુવતીને અવારનવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પીડિતાના પરિવારજનોએ આ અંગેની ફરિયાદ કરતા જણાવ્યું છે કે, “આ મંદિરનો પૂજારી અમારી મંદબુદ્ધિની દીકરીને ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો. જેનાથી દીકરીને ગર્ભ રહી ગયો હતો.” ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઇ વધુ તપાસ આરંભી છે. હાલ પરિવારજનો યુવતીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
આ અંગે પીડિતાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, “આ સ્વામિનારાયણ મંદિરની જ્યારથી ઈંટ મૂકી ત્યારથી મારા માતા અહીં કામ કરતા હતા. તેમના ગુજરી ગયા બાદ મારી પત્ની અને મંદબુદ્ધિની દીકરી અહીં કામ કરતી હતી. મારી દીકરીને પૂજારીએ બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી છે. મારી દીકરી સવારે ચાર વાગે આંગણવાડી પાસે પેશાબ કરવા ગઈ હતી. ત્યારે તેનું બાળક ગરી ગયું હતું. જે બાદ તે બાળકને અમે બાજુમાં મૂક્યું અને દીકરીને અમે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જે બાદ ત્યાંથી અમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા.”
પોલીસની પૂછપરછમાં મારી દીકરીએ જણાવ્યું છે કે, “આ મંદિરના પૂજારીએ મારી સાથે દુષ્કર્મ કર્યું છે. આ સાથે તેણે કોઈને આ અંગેની જાણ કરીશ તો મારી નાંખવાની પણ ધમકી આપી હતી.” જેથી અમારે હવે ન્યાય જોઈએ છે. આ મંદિરને સીલ વાગવું જોઈએ. આ સંસ્થા મોટી છે અને ગરીબનું કોઈ ન સાંભળે તેવું ન થવું જોઈએ. ન્યાય એવો આપો કે, અન્ય કોઈ યુવતી સાથે આવું ન થાય.