અમરેલી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૩/૧૧ના રોજ સવારે ૧૧ કલાકે આઇ.ટી.આઇ કેમ્પસ, અમરેલી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે. સી. બી. લિ. હાલોલ પ્લાન્ટ માટે ટીમ મેમ્બર માટે ૧૮ થી ૨૪ વર્ષની વયમર્યાદા તેમજ ધો. ૧૦ અને આઈ.ટી.આઈની લાયકાત ધરાવનાર ખાસ મહિલા ઉમેદવાર માટે ભરતી મેળાનું આયોજન કરાયું છે. https://anubandham.gujarat.gov.in/account/signup પર નોંધણી થયા બાદ પોર્ટલ પર login કરી પોર્ટલ જોબફેરના મેનુમાં ક્લીક કરી જરુરી વિગત ભર્યા બાદ જોબફેરમાં ભાગ લઈ શકાશે.