જાફરાબાદ તાલુકામાં આવેલા શિયાળબેટ ગામમાં ઈમરજન્સી દર્દીઓ અને સગર્ભા મહિલાઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે ખૂબ મુશ્કેલી સર્જાતી હતી. ઇમરજન્સી હોય ત્યારે ખુલ્લી બોટમાં દર્દીઓને જેટી સુધી લાવવામાં આવતા હતા, ત્યારે હવે પીપાવાવ પોર્ટ ઝ્રજીઇ અંતર્ગત શિયાળબેટ માટે ઈમરજન્સી ૧૦૮ બોટ આપવામાં આવી છે અને જનતા માટે નિઃશુલ્ક સેવા શરૂ કરાઈ છે. જે માટે ૨૪ કલાક મેડિકલ સ્ટાફ ટીમ તૈનાત રહેશે. પીપાવાવ પોર્ટની જેટી સુધી કોઈ પણ દર્દીને તાત્કાલિક પહોંચાડવાનું કામ આ બોટ કરશે. પીપાવાવ પોર્ટ સી.એસ.આર. અંતર્ગત ૧૦૮ ઈ.એમ.આર.આઈ. ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગ્રીન હેલ્થ સર્વિસના સહયોગથી શિયાળબેટ ગામ માટે આ બોટ આશીર્વાદરૂપ બનશે. વર્ષોથી સમુદ્ર મારફતે માછીમારોની બોટ મારફતે દર્દીઓ આવતા હતા. જેટી સુધી પહોંચાડવા ખૂબ મુશ્કેલી સર્જાતી હતી.