રાજ્યના ખેડૂતો અને તેમનો પાક ગ્લોબલ વોર્મિંગ અને બદલાતા વાતાવરણનો ભોગ ન બને તે માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. દિવાળી પછી શરુ થતી રવી ઋતુમાં ખેડૂતોએ રવી પાકોના વાવેતરની શરુઆત કરી છે. ચણા, રાઇ, લસણ, જીરુ, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકનો ઉચ્ચ ગુણવત્તા ધરાવતો ધરુ અગાઉથી જ મેળવી લેવો. રવી પાકના બીજને સ્ફુરણ માટે ગરમ તાપમાન અનુકૂળ ન હોવાથી દિવસના વધારે તાપમાન અથવા ગરમ તાપમાનના સમયગાળા દરમિયાન રવી પાકોનું વાવેતર ટાળવું હિતાવહ છે. ભારત સરકારની મેઘદૂત મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી રાજ્યભરના અને જિલ્લાના ખેડૂતો કૃષિ હવામાન માર્ગદર્શક સેવાઓ અને હવામાન વિભાગની ખેડૂતો માટેની આગાહી સરળતાથી જાણી શકશે.