ઉના તાલુકાના વાવરડા ગામના રહેણાક પ્લોટ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક સિંહે વાછરડી પર હુમલો કરતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. હામાભાઈ બેચરભાઈ પરમારના ઘર નજીક મોડી રાત્રે આવેલા સિંહે વાછરડી પર હુમલો કરી મારી નાખી હતી. સિંહે કરેલા મારણનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભયનો માહોલ વધુ ઘેરો બન્યો છે અને સ્થાનિક રહીશોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.