ભારતીય કેપ્ટન રોહિત શર્મા ટીમ સાથે ઓસ્ટ્રેલિયાની ફ્લાઈટમાં જાવા મળશે નહીં. ટીમ ઈન્ડીયાનો કેપ્ટન રોહિત શર્મા ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય. જા કે, રોહિત પર્થમાં રમાનાર પ્રથમ ટેસ્ટ મેચમાં ભાગ લેશે કે નહીં તે અંગે હજુ સુધી ચિત્ર સ્પષ્ટ થયું નથી. હિટમેન બહુ જલ્દી બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે અને તેના કારણે તે સીરિઝની પહેલી કે બીજી મેચ ચૂકી શકે છે. બોર્ડર-ગાવસ્કર શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ૨૨ નવેમ્બરથી શરૂ થવાની છે.
બોર્ડર-ગાવસ્કર સીરીઝની શરૂઆત પહેલા ટીમ ઈન્ડીયા માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. કેપ્ટન રોહિત શર્મા ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય. મીડિયા સાથે વાત કરતા બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું કે રોહિત ટીમ સાથે ઓસ્ટ્રેલિયા નહીં જાય, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તે પ્રથમ ટેસ્ટ મેચ ચૂકશે કે નહીં. રોહિત બીજી વખત પિતા બનવા જઈ રહ્યો છે અને આ કારણે તે સીરિઝની પ્રથમ કે બીજી ટેસ્ટ મેચ ગુમાવશે. રોહિત આ વાત બીસીસીઆઈને જણાવી ચૂક્યો છે. ભારતીય ટીમ રવિવાર અને સોમવારે બે ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા જવા રવાના થશે.
જા રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં રમાનારી પ્રથમ ટેસ્ટ મેચમાં રમી શકશે નહીં તો જસપ્રીત બુમરાહ ટીમ ઈન્ડીયાની કમાન સંભાળશે. બોર્ડર-ગાવસ્કર સિરીઝ માટે બુમરાહને વાઇસ કેપ્ટનશિપ આપવામાં આવી છે. આ પહેલા બુમરાહે રોહિતની ગેરહાજરીમાં ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમનું નેતૃત્વ પણ કર્યું હતું. જો કે તે મેચમાં ટીમ ઈન્ડીયાનું પ્રદર્શન કંઈ ખાસ રહ્યું ન હતું.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩૫ વર્ષ બાદ પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર સિરીઝ રમાશે. બંને ટીમો વચ્ચે છેલ્લી પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ૧૯૯૧-૯૨માં રમાઈ હતી, જેમાં કાંગારૂઓએ જારદાર પ્રદર્શન કર્યું હતું અને શ્રેણી ૪-૦થી જીતી હતી. તમને જણાવી દઈએ કે પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખૂબ જ ખરાબ રહ્યો છે અને ટીમ ઓસ્ટ્રેલિયાને એક પણ વખત હરાવી શકી નથી. છેલ્લી બે ટૂરમાં ટીમ ઈન્ડીયાએ પોતાના ઘરમાં પ્રવેશ કરીને ઓસ્ટ્રેલિયાનું ગૌરવ તોડી નાખ્યું છે. ૨૦૧૮માં, વિરાટ કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમે કાંગારુઓની ધરતી પર પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો હતો, જ્યારે ૨૦૨૦-૨૧માં રહાણેની કપ્તાનીમાં યુવા બ્રિગેડે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું.