કડીમાં ફ્રી કેમ્પમાં તપાસ બાદ ૧૯ દર્દીઓ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા
(એ.આર.એલ),અમદાવાદ,તા.૧૨
અમદાવાદના એસજી હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પટલમાં કડીથી આવેલા દર્દીઓના સગાઓએ હોબાળો કર્યો હતો. અહીં હ્રદયમાં સ્ટેન્ટ મુકાયા બાદ ૨ દર્દીઓના મોત નિપજ્યા છે. તો ૫ દર્દી હાલ આઇસીયુમાં દાખલ છે. હોસ્પટલમાંએન્જયોગ્રાફી બાદ સ્ટેન્ટ મુકાયા હતા. સ્ટેન્ડ મુકતા મોત થયાનો પરિવારજનોનો આરોપ છે. દર્દીના સગાઓએ હોસ્પટલમાં તોડફોડ કરી હતી. દર્દીઓના સગાઓનું કહેવું છે કે, કોઈ પણ જાણ વિના જ એન્જયોગ્રાફી કરી દેવાઈ હતી. આયુષ્યમાન કાર્ડથી હોસ્પટલે રૂપિયા મેળવી લીધા હતા. રૂપિયા કમાવવા યોગ્ય સારવાર વગર સ્ટેન્ટ મૂકી દેવાયા છે. ખ્યાતિ હોસ્પટલે અમારા દર્દીઓને મારી નાંખ્યા.
મૃતક સેનમા નાગરભાઈના જમાઈ પોપટ સેનમાએ જણાવ્યું છે કે ગામમા હોસ્પટલ તરફથી સ્ટાફ આવી ૮૦-૯૦ લોકોની તપાસ કરવામાં આવી હતી. બોરીસણા ગામના ૧૯ લોકો ને સારવાર માટે એમ્બયુલન્સમા અમદાવાદ ખ્યાતિ હોÂસ્પટલમા લાવવામાં આવ્યા હતી. કુલ ૧૯ માંથી ૧૨ ની એન્જયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં ૧૨ માંથી બે દર્દીના મોત નિપજ્યા છે. સેનમા નાગરભાઈ અને મહેશ બારોટનું મોત નિપજ્યું છે. આૅપરેશન પહેલા હોસ્પટલ તરફથી પરિવારને જાણ કરવામાં આવી ન હતી. તમામ લોકો અમદાવાદ આવ્યા એ પહેલા સ્વસ્થ હતા. આ ઓપરેશનના પીએમજેએવાય યોજનામાંથી ૧ લાખ ૨૮ હજાર રૂપિયા કપાયા છે. ત્યારે સરકારી યોજનાનો ખોટો લાભ લેતી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. દર્દીઓના મોત બાદ તેમના સગાઓએ હોસ્પટલમાં તોડફોડ કરી હતી.
એક દર્દીમા સંબંધી નયનભાઈએ વાતચીતમાં જણાવ્યું કે, મારાં બાને તકલીફ હતી, જેઓ મારા પપ્પા જાડે આવ્યા હતા. પપ્પાને કોઈ તકલીફ ન હતી. પરંતું મમ્મી જાડે પપ્પાનું પણ ઓપરેશન કરી નાંખ્યું. હવે તેઓ આઇસીયુમાં એડમિટ છે. ખ્યાતિ હોસ્પટલમાં ડો પ્રશાંત વજીરાનીએ ઓપરેશન કર્યા હોવાનું સામે આવ્યું છે. દર્દીઓના સારવારના પેપરમાં ડોક્ટરનું નામ ડો પ્રશાંત વજીરાની છે. તેઓ અમદાવાદની ખ્યાતનામ હોસ્પટલમાં કામ કરે છે. ખ્યાતિ મલ્ટીસ્પેશ્યાલિસ્ટ હોસ્પટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત દર્દીઓની સારવાર કરે છે.
ખ્યાતિ હોસ્પટલ દ્વારા ૧૦ નવેમ્બરના રોજ ફ્રી કેમ્પ રાખવામાં આવ્યો હતો. ફ્રી સારવાર બાદ અમદાવાદ સારવાર કરવા બોલાવવામાં આવ્યા હતા. ગામમાંથી ૧૯ જણા અમદાવાદ ખ્યાતિ હોસ્પટલમાં સારવાર કરાવવા આવ્યા હતા. પરંતું આ તમામમાંથી કોઈપણ જાણ વિના ૧૯ જણા ની એન્જયોગ્રાફી કરી તેમને સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા હતી. મૃતકના આયુષ્માન કાર્ડ માંથી પૈસા કપાઈ ગયા હોવાનું દર્દીઓના સગાઓનું કહેવું છે. ગામના લોકોનો આક્ષેપ છે કે ખ્યાતિ હોÂસ્પટલ દ્વારા તેમને મારી નાંખ્યા.તો બીજી તરફ, ખ્યાતિ હોસ્પટલના સમગ્ર મામલે હેલ્થ વિભાગને માહિતી મળી હતી. હેલ્થ વિભાગના અધિકારીઓ હોસ્પટલ પહોંચી સ્થળ તપાસ કરશે. દર્દીઓના સગા અને હોÂસ્પટલ મેનેજમેન્ટને સાંભળી માહિતી મેળવશે. બંને પક્ષે રજુઆત સાંભળ્યા બાદ સરકારમાં જાણ કરવામાં આવશે.