કોવાયા ગામમાં એક રહેણાંક મકાનમાં સિંહ પરિવાર ઘૂસી આવ્યો હતો. સુરેશભાઈ અગ્રવાતના રહેણાંક મકાનમા અડધી રાતે સિંહ પરિવાર દીવાલ ઉપર છલાંગ લગાવી અંદર પ્રવેશ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો છે. એક સિંહ પરિવાર ગ્રામ્ય વિસ્તારમાં લટાર મારવા પહોંચી જાય છે. જ્યા દિવાલ ઉપર છલાંગ લગાવી એક રહેણાંક મકાનમાં આખો સિંહ પરિવાર ઘૂસી જાય છે. જે બાદ ત્યા જ લટાર મારે છે. જોકે, રૂમના દરવાજા બંધ હતા જેથી રૂમની અંદર તો સિંહ જઈ શક્યા ન હતા. તે સમયે જ આસપાસના લોકો જાગી ગયા હતા. સિંહો ચારે તરફ દોડધામ કરતા જોવા મળ્યા હતા. અંતે આસપાસના લોકોએ ગેટ ખોલી દેતા સિંહો છલાંગો મારી બહાર નીકળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.