આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે, પરંતુ હવે આ ટૂર્નામેન્ટની યજમાની પણ તેની પાસેથી છીનવાઈ શકે છે. મોટા સમાચાર એ છે કે જો પાકિસ્તાન હાઈબ્રિડ મોડલ માટે સહમત ન થાય તો આ ટૂર્નામેન્ટ દક્ષિણ આફ્રિકામાં યોજવામાં આવી શકે છે. તો બીજી તરફ પાકિસ્તાન પણ મક્કમ છે કે તે હાઈબ્રિડ મોડલને સ્વીકારશે નહીં. આ જ કારણ છે કે આઇસીસી હવે બીજા વિકલ્પ પર વિચારી રહી છે, જે છે દક્ષિણ આફ્રિકા.
ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન દક્ષિણ આફ્રિકામાં ૧૬ વર્ષ પહેલા ૨૦૦૯માં કરવામાં આવ્યું હતું. તે ટુર્નામેન્ટની વિજેતા ઓસ્ટ્રેલિયા હતી, જ્યારે પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો સેમીફાઈનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ખિતાબી મુકાબલો થયો હતો જેમાં કાંગારૂઓનો વિજય થયો હતો.
ટીમ ઇન્ડિયાની વાત કરીએ તો તે ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગઈ હતી. ટીમ ઇન્ડિયા પહેલી જ મેચમાં પાકિસ્તાન સામે હારી ગયું હતું અને તે પછી એક મેચ અનિર્ણિત રહી હતી અને છેલ્લી મેચ જીત્યા બાદ પણ ટીમ ઇન્ડિયાને કોઈ ફાયદો થયો નહોતો.
દક્ષિણ આફ્રિકાની ધરતી પર ભારતીય બેટ્‌સમેન ઘણીવાર સંઘર્ષ કરતા જોવા મળે છે. ૨૦૦૯ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું જ કંઈક થયું હતું. આખી ટૂર્નામેન્ટમાં કેપ્ટન ધોની માત્ર ૩ રન જ બનાવી શક્યો હતો. કાર્તિક અને ગંભીર પણ નિષ્ફળ રહ્યા હતા. તે ટુર્નામેન્ટમાં માત્ર વિરાટ, દ્રવિડ અને ગંભીર અડધી સદી સુધી પહોંચી શક્યા હતા. હવે જો ટૂર્નામેન્ટ ફરી એકવાર દક્ષિણ આફ્રિકામાં યોજાય છે તો ભારતીય બેટ્‌સમેનોને ચોક્કસપણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
હવે જાવાનું એ રહે છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનું આગળનું પગલું શું છે.આઇસીસીની આ યોજના બાદ શક્ય છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હાઈબ્રિડ મોડલ સાથે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવા માટે તૈયાર થઈ શકે. કારણ કે જો આખી ચેમ્પિયન્સ ટ્રોફી સાઉથ આફ્રિકામાં શિફ્ટ કરવામાં આવે તો પીસીબીને કરોડો રૂપિયાનો ફટકો પડવાની ખાતરી છે