કિરણ રાવની ફિલ્મ લાપતા લેડીઝ સપ્ટેમ્બરમાં ૯૭માં ઓસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવી હતી. હવે ફિલ્મની આખી ટીમે તેની પ્રમોશન ઈવેન્ટ શરૂ કરી દીધી છે. દરમિયાન, ભારતના એક પ્રખ્યાત શેફે ન્યૂયોર્કમાં ફિલ્મની ટીમ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.કિરણ રાવ પોતાની ફિલ્મો દ્વારા સામાજિક સંદેશો આપવાનો પ્રયાસ કરે છે. આ દિવસોમાં તેની ફિલ્મ લાપતા લેડીઝની ચર્ચા માત્ર દેશમાં જ નહીં વિદેશમાં પણ થઈ રહી છે.
સપ્ટેમ્બરમાં ૯૭મા ઓસ્કાર એવોર્ડ માટે આ ફિલ્મને ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ માટે મોકલવામાં આવી છે. ગયા મંગળવારથી કિરણ રાવ અને તેની આખી ટીમે ઓસ્કાર માટે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. દરમિયાન, લોકપ્રિય શેફ વિકાસ ખન્નાએ ફિલ્મની ટીમ માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.
વિકાસ ખન્નાએ ન્યૂયોર્કમાં લાપતા લેડીઝ ફિલ્મના કલાકારો માટે ખાસ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. ઈવેન્ટ પહેલા ઓસ્કારના પ્રમોશન માટે કિરણ રાવે ફિલ્મના નામમાં થોડો ફેરફાર કર્યો છે. ગઈ કાલે તેનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં ફિલ્મનું અંગ્રેજી નામ બદલીને લાપતા લેડીઝ રાખવામાં આવ્યું છે.
લોકપ્રિય શેફ વિકાસ ખન્નાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે તેણે પોતાના બંગલામાં લાપતા લેડીઝની ઓસ્કાર કેમ્પેનિંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. પોસ્ટ કેપ્શનમાં તેણે લખ્યું, “જ્યારે પ્રાર્થના દિલથી કરવામાં આવે છે, ત્યારે દુનિયાને જીતી શકાય છે. ગઈકાલે જ્યારે અમે બંગલામાં લાપતા લેડીઝની ઓસ્કર કેમ્પેઈનિંગ ઈવેન્ટનું આયોજન કરી રહ્યા હતા ત્યારે આવી જ લાગણી અનુભવાઈ હતી.’
વિકાસ ખન્ના કિરણ રાવ વિશે કહે છે, “કિરણ, તું સાચી કલાકાર છે, જે આટલી યાદગાર ફિલ્મ બનાવી શકી.” બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન વિશે વાત કરતાં શેફએ કહ્યું, ‘આમીર સર, તમે સૌથી દયાળુ છો.
લાપતા લેડીઝ ફિલ્મનું નિર્દેશન કિરણ રાવ દ્વારા કરવામાં આવ્યું છે. જ્યારે આ ફિલ્મનું નિર્માણ આમિર ખાને કર્યું છે. આ ફિલ્મમાં પ્રતિભા રાંતા, સ્પર્શ શ્રીવાસ્તવ અને નિતાંશી ગોયલે મુખ્ય ભૂમિકા ભજવી છે. ઓસ્કારની વાત કરીએ તો આ ફિલ્મને અન્ય ૨૯ ફિલ્મોમાંથી પસંદ કરવામાં આવી છે.
અમૃતસરમાં જન્મેલા વિકાસ ખન્ના આજે દુનિયામાં જાણીતો ચહેરો બની ગયા છે. તે માસ્ટર શેફ ઇન્ડિયા શોમાં જજ પણ હતા. ખાસ વાત એ છે કે તેને નાનપણથી જ રસોઈનો શોખ હતો. પછીના જીવનમાં, તેણે આમાં તેની કારકિર્દી બનાવી.