(એ.આર.એલ),રાજકોટ, તા.૧૫
ટી.આર.પી. અગ્નીકાંડની ઘટનામાં ૨૭ લોકોના ભોગ લેનાર ગુનાના કામે પકડાયેલ ૧૫ આરોપીઓ સામે ચાલી રહેલ કેસમાં કુલ-૪૬૭ દસ્તાવેજા જેમા પાંચ હજાર પેઈઝનો દસ્તાવેજી પુરાવો સરકાર તરફેથી રાજકોટના એડી. સેશન્સ જજ ડી. એસ. સિંઘની કોર્ટમાં અદાલતની અગાઉની મુદતમાં રજુ કરી પ્રોસીકયુશને પોતાનો કેસ કાયદાકીય જાગવાય મુજબ તમામ આરોપીઓ વિરૂધ્ધ ખુલ્લો મુકેલ હતો.
તે સમયે કોર્ટે આગામી તા.૧૪મીની મુદ્દત આપી હતી. જેથી આજે પોલીસ જાપ્તાની વ્યવસ્થા ન હોવાથી તમામ આરોપીઓને વીડિયો કોન્ફરન્સ હાજરી પુરાવી હતી. હજુ સાત આરોપીઓએ વકીલ ન રોકેલ હોવાથી કોર્ટે નવી મુદ્દત તા.૨૧/૧૧/૨૦૨૪ નક્કી કરી છે.સમગ્ર વિગત જાઈએ તો તા.૨૫ મે ૨૦૨૪ની સાંજે રાજકોટના નાના મવા રોડ નજીક સયાજી હોટલ પાછળ આવેલ ટીઆરપી ગેમઝોનમાં આગ લાગતા ૨૭ લોકોના મોત થયા હતા અને ત્રણેક લોકોને ઇજા થઇ હતી. જે અંગે પોલીસે ફરિયાદી બની ફરિયાદ નોંધી હતી. આ બનાવમાં ૧૬ આરોપી સામે ગુનો દાખલ થયો છે.
જેમાં ટીઆરપી ગેમઝોનના સંચાલકો (૧) ધવલ ભરત ઠકકર (ધવલ કોર્પોરેશનના પ્રોપરાઇટર), રેસવે એન્ટરપ્રાઇઝના ભાગીદારો (૨) અશોકસિંહ જગદીશસિંહ જાડેજા, (૩) કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, (૪) પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરન, (૫) યુવરાજસિંહ હરીસિંહ સોલંકી, (૬) રાહુલ લલીતભાઇ રાઠોડ, ગેમઝોન મેનેજર (૭) નીતિન મહાવીરપ્રસાદ લોઢાજૈન, રાજકોટ મહાનગર પાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર (૮) મનસુખભાઇ ધનજીભાઇ સાગઠીયા, આસિસ્ટન્ટ ટીપીઓ (૯) ગૌતમ દેવશંકરભાઇ જાષી, આસિસ્ટન્ટ ટીપીઓ (૧૦) મુકેશભાઇ રામજીભાઇ મકવાણા, કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયર સ્ટેશન ઓફિસર (૧૧) રોહીતભાઇ આસમલભાઇ વિગોરા, ટીપી શાખાના એન્જીનીયર અને એટીપીઓ (૧૨) જયદીપ બાલુભાઈ ચૌધરી (૧૩) રાજેશભાઇ નરશીભાઇ મકવાણા, ચીફ ફાયર ઓફિસર (૧૪) ઇલેશ વાલાભાઈ ખેર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર (૧૫) ભીખા જીવાભાઈ ઠેબા અને ગેમઝોન ખાતે ફેબ્રિકેશનનો કોન્ટ્રાકટ રાખનાર (૧૬) મહેશ અમૃત રાઠોડ સામે ગુનો નોંધાયો છે. જેમાં અÂગ્નકાંડના બનાવમાં પ્રકાશચંદ ક્ધહેયાલાલ હીરનનું મોત થયું હતું. જેથી બાકીના ૧૫ આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ જેલ હવાલે છે.
આ બનાવમાં કેસ કમીટ થયા બાદની ૮ મી મુદત હતી. જેમાં આરોપીઓ વીડિયો કોન્ફરન્સથી હાજર રહ્યા હતા. ૭ આરોપીઓએ હજુ સુધી વકીલ રોક્યા નથી. જેથી આગામી મુદ્દત પડી હતી. આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પીપી તુષાર ગોકાણી, ભોગ બનનાર પ્રદીપસિંહ ચૌહાણ પરીવાર વતી રાજકોટ બાર એશોશીયેશન વતી ઉપ પ્રમુખ સુરેશ ફળદુ, તથા અન્ય એક ભોગ બનનાર વતી એન.આર.જાડેજા રોકાયેલ છે.
અÂગ્નકાંડ કેસમાં આરોપી એટીપીઓ જયદીપ બાલુભાઈ ચૌધરીએ જામીન અરજી કરી છે. કેસમાં તેમની સામે આક્ષેપ છે કે, બાંધકામ તોડી પાડવાનો હુકમ હોવા છતાં કાયદા વિરુદ્ધ ઈમ્પેક્ટ ફી ભરવા યાદી કરી આપેલ તથા અન્ય આરોપી સાથે મળી કાવતરું રચી એક બીજાને મદદગારી કરી ઈમ્પેક્ટ ફીના જાવક રજીસ્ટરનો નાશ કરી નવું રજીસ્ટર બનાવી ઈમ્પેક્ટ ફીની ફાઈલ ખોટી રીતના ઇનવર્ડ કરાવી ગુનો આચારેલ છે. તેણે પોતાના વકીલ આર. બી. પૂજારા મારફતે કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ છે. તેમાં સુનાવણી માટે તા.૧૯/૧૧/૨૦૨૪ની તારીખ નક્કી કરાઈ છે.