(એ.આર.એલ),પોરબંદર,તા.૧૫
ગુજરાતના દરિયાકાંઠેથી ફરીવાર ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં આ વખતે ૫૦૦ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. છ્જી અને દ્ગઝ્રમ્ની સંયુક્ત કાર્યવાહીના આધારે મોટી માત્રમાં ડ્રગ્સ પકડવામાં આવ્યું હતુ. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં ડ્રગ્સનો જથ્થો પોરબંદર પોર્ટ ઉપર લાવવામાં આવશે.
પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોિટક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહ¥વપૂર્ણ ઈનપુટ મળ્યા હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી મળી હતી. જેના આધારે તેને આંતરવા માટે દ્ગઝ્રમ્ દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી.
દેશનો દરિયા કિનારો ૭૫૧૭ કિ.મી લાંબો છે. જેમાં પણ ગુજરાત પાસે ૧૬૪૦ કિ.મી લાંબો દરિયા કિનારો છે. કિનારા પર ૧૪૪થી વધુ નાના-મોટા ટાપુ છે, સાથો સાથ પાકિસ્તાની દરિયાઇ સરહદ નજીક છે. ડ્રગ્સની હેરફેર પાકિસ્તાન અને ઇરાન કરે છે. પાકિસ્તાનનું કરાચી બંદર અને ઇરાનના ચાબહાર બંદરની ભૂમિકા મુખ્ય રહે છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવે છે. ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરે છે તેમજ ગુજરાતથી મુંબઇ સહિત દેશના અનેક રાજ્યમાં મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં એમડી ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. સૌરાષ્ટÙમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જેમાં દ્વારકા,પોરબંદર,ગીરસોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજ્ન્સીઓ પહેલાના પ્રમાણમાં વધુ સતર્ક છે જ્યારે અનેક વખત પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દે છે અને જેના કારણે દરિયાકિનારેથી અનેક વખત પેકેટ મળ્યા છે