રાજુલા તાલુકાનાં કડીયાળી ગામની વિધવા મહિલા હિરાબેન વશરામભાઈ ખસીયાએ કલેકટર સમક્ષ ફરિયાદ કરી છે કે સરકારી પડતર જમીન સાંથળીમાં મળવા માટે છેલ્લા ૧૮ વર્ષથી સતત અરજીઓ કરેલ છે. સરકારી જમીનમાં ભૂમાફિયાઓનો કબજા હોય જેથી સાંથળીની જમીન મેળવવા માટે અરજદારે મામલતદારને રજૂઆત કરતા મામલતદાર ભગીરથ ચૌહાણ, સર્કલ ઓફિસર નિરવ સરવૈયા, તલાટી મંત્રી યોગેશ ધાંધલીયા સહિતનાઓએ આ સરકારી જમીન ૧૯૭૧થી ભૂમાફિયાઓનો કબજા હોય તેવું દર્શાવવા માટે ખોટું પંચનામુ કરેલ છે. આ ત્રણેય સરકારી અધિકારીઓનાં બેન્ક ખાતા અને મિલકતોની તપાસ કરવામાં આવે તો અનેક ભ્રષ્ટાચાર ખુલ્લા થાય તેમ છે. ત્રણેય કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં ન આવતાં કલેકટર કચેરી સામે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.