સાવરકુંડલાના દોલતી ગામે બ્રાંચ પોસ્ટ માસ્ટરે રૂ. ૧.૦૯ લાખની ઉચાપત કરી હતી. બનાવ અંગે દિલીપભાઈ હરીભાઈ ભુતૈયા (ઉ.વ.૩૪)એ મૂળ જેતપુરના અને દોલતી ગામે બ્રાંચ પોસ્ટ માસ્ટર તરીકે ફરજ બજાવતાં ચિરાગભાઈ હરસુખભાઈ બુહા સામે દોલતી ગામની પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ તથા બચતખાતાના સાહેદોના ખાતામાંથી કુલ રૂ. ૧,૦૯,૦૦૦ની ઉચાપત કરી હતી.
સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એસ.મુસાર વધુ તપાસ કરી રહ્યા છે.