ભારતીય શેરબજારમાં આજે જબરદસ્ત વધઘટ જાવા મળી હતી. લાંબા સમય પછી આજે બજાર લીલા નિશાનમાં ખુલ્યું હતું, એક સમયે જારદાર ઉછાળો જાવા મળ્યો હતો, પરંતુ અંતે એકાએક ભયંકર ઘટાડો થયો હતો અને જારદાર ઉછાળો નજીવા લાભમાં પરિવર્તિત થયો હતો. તમને જણાવી દઈએ કે મંગળવારે મ્જીઈ સેન્સેક્સ ૨૦૮.૯૯ પોઈન્ટના વધારા સાથે ૭૭,૫૪૮.૦૦ પોઈન્ટ પર ખુલ્યો હતો અને નિફ્ટી ૫૦ પણ ૭૫.૭૫ પોઈન્ટના વધારા સાથે ૨૩,૫૨૯.૫૫ પોઈન્ટ પર ખુલ્યો હતો. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ ૭૮,૪૫૧.૬૫ પોઈન્ટ અને નિફ્ટી ૫૦ પણ ૨૩,૭૮૦.૬૫ પોઈન્ટ પર પહોંચી ગયો હતો. પરંતુ અંતે મ્જીઈ સેન્સેક્સ ૨૩૯.૩૭ પોઈન્ટના વધારા સાથે ૭૭,૫૭૮.૩૮ પોઈન્ટ પર અને નિફ્ટી ૫૦ પણ માત્ર ૬૪.૭૦ પોઈન્ટના વધારા સાથે ૨૩,૫૧૮.૫૦ પોઈન્ટ પર બંધ રહ્યો હતો.
આજે સેન્સેક્સની ૩૦માંથી ૧૭ કંપનીઓના શેર ઉછાળા સાથે લીલા નિશાનમાં અને ૧૩ કંપનીઓના શેર ઘટાડા સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ની ૫૦ કંપનીઓમાંથી ૨૩ કંપનીઓના શેર લાભ સાથે લીલા નિશાનમાં અને બાકીની ૨૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા. સેન્સેક્સ કંપનીઓમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર આજે મહત્તમ ૩.૦૭ ટકાના વધારા સાથે બંધ થયા હતા, જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર મહત્તમ ૧.૮૩ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.
ટેક મહિન્દ્રાના શેર ૧.૯૦ ટકા, એચડીએફસી બેન્ક ૧.૮૨ ટકા, ટાઇટન ૧.૫૮ ટકા, સન ફાર્મા ૧.૪૬ ટકા, ટાટા મોટર્સ ૧.૩૪ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૦૭ ટકા, પાવરગ્રીડ ૦.૭૭ ટકા, ઇન્ફોસીસ ૦.૬૬ ટકા, અદાણી પોર્ટ્‌સ, ૦.૫૯ ટકા, ટીસીએસ બેન્ક ૦.૫૯ ટકા,ટીએકસ૫૯ ટકા. નેસ્લે ઈન્ડીયાનો શેર ૦.૧૨ ટકા,એનટીપીસી ૦.૦૮ ટકા, બજાજ ફાઇનાન્સ ૦.૦૫ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૦.૦૫ ટકા અને કોટક મહિન્દ્રા બેન્ક ૦.૦૧ ટકાના વધારા સાથે બંધ રહ્યો હતો.
આ સિવાય સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડીયા ૧.૪૩ ટકા, બજાજ ફિનસર્વ ૧.૨૧ ટકા, મારુતિ સુઝુકી ૧.૨૦ ટકા, ટાટા સ્ટીલ ૧.૧૭ ટકા, ભારતી એરટેલ ૦.૯૮ ટકા, લાર્સન એન્ડ ટુબ્રો ૦.૯૭ ટકા,આઇસીઆઇસીઆઇ બેન્ક ૦.૭૩ ટકા, હિંદુસ્તાન યુનિલિવર ૦.૬ ટકા,એચ૪૦ ટકા. ટેક ૦.૪૪ ટકા જેએસડબ્લ્યુ સ્ટીલના શેર ૦.૩૯ ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક ૦.૨૮ ટકા અને આઇટીસી ૦.૦૨ ટકા ઘટીને બંધ થયા છે.