અમરેલી,તા.૧૯
અમરેલીના લાઠી રોડ બાયપાસ પાસે ઘાસચારો ભરીને છોટા હાથી ગૌશાળા તરફ જતુ હતું. ત્યારે અચાનક જ છોટા હાથીમાં આગ ફાટી નિકળી હતી. જા કે ચાલકે
છોટા હાથીને રોડની બાજુએ રાખી તાત્કાલિક અમરેલી ફાયર ટીમને જાણ કરી હતી. ફાયરની ટીમે એક કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.
છોટા હાથીમાં આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનુ પ્રાથમિક અનુમાન છે.