અમરેલી-બગસરા રોડ રાધેશ્યામ હોટેલ પાસે આવેલી કોલેજના વિદ્યાર્થીઓને બસ પકડવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ કોલેજમાં બગસરા, ધારી, ચલાલા, ખાંભા સહિતના ગામોમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. આવતી વખતે એસ.ટી.બસ કોલેજ પાસે ઉભી રહે છે પરંતુ વિદ્યાર્થીઓ કોલેજથી છૂટે ત્યારે પોતાના ગામ જવા માટે વિદ્યાર્થીઓને ત્રણથી ચાર કિલોમીટર ભર બપોરે ચાલીને જેશીંગપરા જવુ પડે છે. આ તમામ ગામની બસ કોલેજ પાસેથી જ પસાર થતી હોય ત્યારે આ બસનો કોલેજ પાસે સ્ટોપ આપવામાં આવે તેવી વિદ્યાર્થીઓએ માંગ કરી છે.