બગસરા સુંદરકાંડ પરિવાર દ્વારા ગુરૂકૃપા શીતલ આઈસ્ક્રીમના ગોડાઉન ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં બગસરા મામલતદાર તરીકે બગસરાના જ વતની પ્રશાંતભાઈ ભીંડીને બગસરા મામલતદાર તરીકે બદલી પામતા સુંદરકાંડ પરિવારના પ્રમુખ કિરીટભાઈ મોદીએ સ્વાગત કરી ફૂલહાર અને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ બગસરા મામલતદાર ઓફિસમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા અને સુંદરકાંડ પરિવારના નિલેશભાઈ વિસાણીને બઢતી સાથે મામલતદાર તરીકે મેંદરડા બદલી થતાં તેમને સુંદરકાંડ પરિવારના પાણીયાથી જગુભાઈ આહિર, નિકુંજ લક્કડ સહિતનાઓએ ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું.