સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ રજૂઆત કરતાં સહાય ચૂકવવામાં આવી
અમરેલી, તા.ર૪
અમરેલીના ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ પોતાના મતક્ષેત્ર પુરતી કામગીરી મર્યાદિત ન રાખીને સમગ્ર રાજયમાં લોકોની મદદ માટે સરાહનીય કામગીરી કરી રહ્યા છે. તાજેતરમાં વાંકાનેરના માલસીકા ગામે ભાવેશ રાવતભાઈ ડાંગર નામના વ્યકિતનું મચ્છુ નદીમાં તણાઇ જવાથી મોત થતાં સ્થાનિક ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ રજૂઆત કરતાં મુખ્યમંત્રી ફંડમાંથી રૂ. ૪ લાખનો સહાયનો ચેક મૃતકના વારસદારોને અપાયો હતો. મામલતદાર સાનીયા, ટીડીઓ કોઢીયા, વાલજીભાઈ માંડણકા સહિત અધિકારીઓ હાજર રહ્યા હતાં, તેમ મનોજ જોશીની યાદીમાં જણાવેલ છે.