બગસરામાં જાહેરમાં ઝઘડો કરતાં ત્રણ ઇસમો સામે પોલીસે કાર્યવાહી કરી હતી. સાબીરભાઇ રહીમભાઇ કાળવાતર (ઉ.વ.૨૯), વાહીદભાઇ રહીમભાઇ કાળવાતર (ઉ.વ.૩૧) એક પ્રૌઢને ઓમકાર પેટ્રોલપંપ પાસે જાહેર રોડ ઉપર જોર-જોરથી બોલી અંદરો-અંદર છુટા હાથની મારામારી કરી ઝઘડો કરતા હતા. જેને લઈ બજારમાં અવરજવર કરતા રાહદારીઓની જાહેર સુલેહ શાંતિમાં ખલેલ પડતી હતી. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એચ. મીંગ વધુ તપાસ
કરી રહ્યા છે.