ગુજરાત સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને અમરેલી જિલ્લા વહીવટી તંત્રની રાહબરી હેઠળ તેમજ અમરેલી જિલ્લા યુવા વિકાસ કચેરી, અમરેલી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. તાલુકા અને જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધાઓ માટે ઓફ લાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ડિસેમ્બર-૨૦૨૪ની તા.૦૧ થી તા.૨૦ દરમિયાન મળશે. કલા મહાકુંભમાં વિવિધ ૩૭
સાંસ્કૃતિક કૃતિઓમાં ચાર વયજૂથ છે. વયજૂથ ૬ થી ૧૪ વર્ષ, ૧૫ થી ૨૦ વર્ષ, ૨૧ થી ૫૯ વર્ષ અને ૬૦ વર્ષથી ઉપરના વયજૂથમાં સ્પર્ધા યોજાશે. તાલુકા કક્ષાએથી શરુ થતી ૧૪ કૃતિમાં, સુગમ સંગીત, સમૂહગીત, લગ્નગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ(હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ સ્પર્ધા છે. સીધી જિલ્લા કક્ષાએથી શરુ થતી ૦૯ કૃતિમાં, સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્‌ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓર્ગન, તેમજ સીધી પ્રદેશ કક્ષાએથી શરુ થતી ૦૭ સ્પર્ધાઓમાં ઓડ્ડીસી, કુચીપુડી, સિતાર, ગીટાર, વાંસળી અને સીધી રાજ્ય કક્ષાએથી શરુ થતી ૦૭ સ્પર્ધાઓમાં, પખવાજ, મૃદંગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો સહિતની કૃતિઓ યોજાશે.