રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે મૂળ ગુજરાતી મૂળના કાશ પટેલને મોટી જવાબદારી સોંપી છે. ટ્રમ્પે કાશ પટેલને એફબીઆઇ ડાયરેક્ટર તરીકે નોમિનેટ કર્યા છે. કાશ પટેલને ટ્રમ્પની ખૂબ નજીકના માનવામાં આવે છે. કાશ પટેલ ૨૦૧૭માં ઈન્ટેલિજેન્સ પર ગૃહની સંસદીય પસંદગી સમિતિના સભ્ય બન્યા હતા. કાશ પટેલ અમેરિકાના ગુપ્તચર સમુદાય વિશે કટ્ટરપંથી વિચારો ધરાવે છે.
ટ્રમ્પે રાત્રે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ‰થ પર પોસ્ટ કરતા લખ્યું, “મને એ જાહેરાત કરતાં ગર્વ થાય છે કે કશ્યપ ‘કાશ’ પટેલ ફેડરલ બ્યુરો આૅફ ઇન્વેસ્ટીગેશનના આગામી ડિરેક્ટર તરીકે સેવા આપશે. કાશ એક શાનદાર વકીલ, તપાસકર્તા અને ‘અમેરિકા ફર્સ્ટ’ ફાઈટર છે, જેમણે પોતાની કારકિર્દી ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં, ન્યાયની રક્ષા કરવામાં અને અમેરિકન લોકોની સુરક્ષા કરવામાં વિતાવી છે.
આ પસંદગી ટ્રમ્પના તે દ્દષ્ટિકોણ અનુરૂપ છે કે સરકારના કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓમાં આમૂલ ફેરફારોની જરૂર છે. આ નિર્ણય દર્શાવે છે કે ટ્રમ્પ તેમના સંભવિત વિરોધીઓ સામે બદલો લેવા માગે છે.
ટ્રમ્પનો આ નિર્ણય દર્શાવે છે કે તેઓ વર્ષોથી ચાલી રહેલી ફેડરલ તપાસથી હજું પણ નારાજ છે, જેના કારણે તેમનો પહેલો કાર્યકાળ પ્રભાવિ રહ્યો હતો અને ત્યારબાદ તેમના પર અભિયોગ ચલાવવામાં આવ્યો હતો. હવે એફબીઆઈ અને ન્યાય વિભાગમાં પોતાના નજીકના સહયોગીઓની નિમણૂક કરીને ટ્રમ્પ સંકેત આપી રહ્યા છે કે આ નિમણૂંકો તપાસને બદલે તેમનું રક્ષણ કરશે.
ટ્રમ્પે રાત્રે લખ્યું, “કાશ પટેલે રશિયાની છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સત્ય, જવાબદારી અને બંધારણના સમર્થનના રૂપમાં ઉભા રહ્યા છે.” એ હજુ પણ સ્પષ્ટ નથી કે રિપબ્લીકન આગેવાનીવાળી સેનેટ દ્વારા પણ પટેલની પસંદગી કરવામાં આવે છે કે નહીં.
કાશ પટેલ ક્રિસ્ટોફર રેનું સ્થાન લેશે, જેમની નિમણૂક ટ્રમ્પ દ્વારા ૨૦૧૭ માં કરવામાં આવી હતી પરંતુ બાદમાં તેઓની રાષ્ટ્રપતિ અને તેમના સહયોગીઓ સાથે બન્યું નહોતું. જાકે, આ પદ પર ૧૦ વર્ષનો કાર્યકાળ હોય છે, પરંતુ રેને દૂર કરવું અણધાર્યું ન હતું, કારણ કે ટ્રમ્પ લાંબા સમયથી તેમના અને એફબીઆઇના જાહેર ટીકાકાર રહ્યા છે.
૪૪ વર્ષીય કશ પટેલનું પૂરું નામ કશ્યપ પ્રમોદ પટેલ છે, જેમનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો. તેમનો પરિવાર ગુજરાતના વડોદરામાં રહે છે અને જે વ્યવસાયે વકીલ છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન તેમની ગણના ટ્રમ્પના નજીકના સહયોગીઓમાં થાય છે, તેમણે રાષ્ટ્રપતિના નાયબ સહાયક અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં આતંકવાદ વિરોધી વરિષ્ઠ નિર્દેશક તરીકે સેવા આપી હતી.