ખાંભા તાલુકાના કોડિયા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરે પાણીની મોટર શરૂ કર્યા વગર બોરવેલમાંથી પાણીનો પ્રવાહ શરૂ થતાં લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું. કોઈપણ વિદ્યુત ઉપકરણની સ્વીચ બંધ હોવા છતાં બોરમાંથી પાણીનો પ્રવાહ અચાનક બહાર આવતા લોકોને નવાઇ લાગી હતી, જે ખરેખર કોઈ ચમત્કાર છે કે ગ્લોબલ ર્વોમિંગની અસર, કે ધરતીના પેટાળમાં થતી અસરની આ નિશાની છે એ જાણવા માટે લોકોમાં ચર્ચા શરૂ થઇ છે. લોક મુખે ચર્ચાતી વિગતો મુજબ આ ચમત્કાર છે. પરંતુ જો વહીવટી તંત્ર દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવે તો સત્ય શું છે તે બહાર આવી શકે તેમ છે.