ભાજપના નેતા દેવેન્દ્ર ફડનવીસે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકેના સોગંદ લીધા હતાં જયારે શિવસેનાના નેતા એકનાથ શિંદે અને એનસીપી નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રીના સોગંદ લીધા હતાં.રાજયપાલ સી પી રાધાકૃષ્ણને સોગંદ લેવડાવ્યા હતાં સોગંદવિધિની શરૂઆત રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી ત્યારબાદ મહારાષ્ટ્રનું રાજય ગીત વગાડવામાં આવ્યું હતું.
સૌથી પહેલા દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રી તરીકેના સોગંદ લીધા હતાં તેઓ ત્રીજીવાર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા છે. તેમણે મરાઠીમાં ઇશ્વરના નામે સોગંદ લીધા હતાં સોગંદ લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ લીધા હતાં રાજયપાલે તેમને પુષ્પગુંજ અર્પણ કર્યું હતું ત્યારબાદ એકનાથ શિંદેએ સોગંદ લીધા હતાં તેમણે બાલા સાહેબ, નરેન્દ્ર મોદી અમિત શાહને યાદ કર્યા હતાં તો રાજયપાલે તેમને અટકાવ્યા હતાં અને સોગંદ લેવા માટે કહ્યું હતું ત્યારબાદ તેમણે ઇશ્વરના નામે મરાઠીમાં સોગંદ લીધા હતાં.આ ઉપરાંત અજીત પવારે પણ નાયબ મુખ્યમંત્રી તરીકે સોગદ લીધા હતાં તેઓ છઠ્ઠીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તેમણે મરાઠીમાં સોગંદ લીધા હતાં, ફડનવીસ,એકનાથ શિદે અને અજીત પવાર સિવાય અન્ય કોઇ નેતાઓએ મંત્રી તરીકેના સોગંદ લીધા ન હતાં સોગંદવિધિ પુરી થયા બાદ રાષ્ટ્ર ગાન વગાડવામાં આવ્યું હતું.સોગંદવિધિ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદ મેદાનમાં હાજર રહેલા તમામ લોકોનું હાથ જોડીને અભિવાદન કર્યું હતું.
દેવેન્દ્ર ફડનવીસે મુખ્યમંત્રી તરીકે ત્રીજીવાર સોગંદ લીધા હતાં તેઓ નાગપુર દક્ષિણથી ધારાસભ્ય છે આ પહેલા ૨૦૧૪માં તે પહેલી વાર મુખ્યમંત્રી બન્યા હતાં ત્યારબાદ ૨૦૧૯ની ચુંટણીમાં કેટલાક દિવસ માટે મુખ્યમંત્રી રહ્યાં હતાં ત્યારબાદ મહાયુતિ ગઠબંધન બન્યું અને મુખ્યમંત્રી એકનાથ શિંદે બનાવી દેવામાં આવ્યા અને ફડનવીસ નાયબ મુખ્યમંત્રીની ભૂમિકામાં રહ્યાં હતાં.
પૂર્વ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાયબ મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા હતાં. તે મહારાષ્ટ્ર સરકારમાં બીજા નંબરની ભૂમિકામાં હશે શિંદે સતત પાંચ વખત ચુંટાઇ આવ્યા છે.આ વખતે તેઓ કોપરી પચપખડી બેઠકથી ચુંટાઇને આવ્યા છે. મહાયુતિ ગઠબંધન સરકાર બન્યા બાદ જુન ૨૦૨૩માં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી તરીકે સોગંદ લીધા હતાં એનસીપી નેતા અજિત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકેના સોગંદ લીધા હતાં તે છઠ્ઠીવાર નાયબ મુખ્યમંત્રી બન્યા છે. તેઓ એકવારના સાંસદ છે અને ૩૩ વર્ષથી ધારાસભ્ય છે.
સુત્રોના જણાવ્યા અનુસાર એક અઠવાડીયાની અંદર મંત્રીમંડળનો વિસ્તાર કરવામાં આવશે એનસીપી નેતા છગન ભુજબલે દાવો કર્યાે હતો કે મહાયુતિના સાથી પક્ષોના મંત્રી એક અઠવાડીયાની અંદર સોગંદ લેશે
સોગંદ વિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ,રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ, નીતિન ગડકરી,સીતારમણ,પીયુષ ગોયલ, દેવેન્દ્ર ફડનવીસની સોગંદ વિધિમાં ફિલ્મી હસ્તાએ પહોંચી હતી જેમાં શાહરૂખ ખાન,રણબીર કપુર, રણવીર સિંહ,સલમાન ખાન, માધુરી દિક્ષિત,વિદ્યા બાલન, સંજય દત્ત,સચિંન તેંડુલકર, વિકી કૌશલ,બોની કપુર,જાન્હવી કપુર, અર્જૂન કપુર,રૂપા ગાંગુલી, રોહિત શેટ્ટી,એકતા કપુર, શ્રધ્ધાકપુર, જય કોટક,વિક્રાંત મેસી જયેશ શાહ સામેલ થયા હતાં.
જયારે ઉદ્યોગપતિઓં મુકેશ અંબાણી, વલસ્વાલ,અનંત અંબાણી, ઇશા અંબાણી, કુમાર મંગલમ, રાધિકા મર્ચેટ, નોએલ ટાટા,દીપક પારેખ, અજય પિરામલ,ઉદય કોટક, ગીતાંજલિ કિર્લાેસ્કર, માનસી કિલોસ્કર વગેરે સોગંદવિધિમાં સામેલ થયા હતાં.
આ ઉપરાંત ભાજપ શાસિત રાજયોના મુખ્યમંત્રીઓ, એનડીએના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ સોગંદવિધિમાં સામેલ થયા હતાં જેમાં બિહારના મુખ્યમંત્રી નિતિશકુમાર, આંદ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ, ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. ઉતરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ વગેરે હાજર રહ્યાં હતાં. સોગંદ વિધિ સમારંભમાં જતાં પહેલા ફડનવીસે પોતાની માતાના આશીર્વાદ લીધા હતાં માતાએ તેમને કપાળે ચાંલ્લો કરી આશીર્વાદ આપ્યા હતાં આ પહેલા સવારે ફડનવીસ ભગવાન ગણેશના દર્શન કરવા માટે ગયા હતાં અને તેમણે આજે ગૌમાતાનું પુજન કર્યું હતું.
તેઓ મંચ પર એકનાથ શિંદેની સાથે આવ્યા હતાં. સોગંદવિધિને ધ્યાનમાં રાખી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી મેદાનની અંદર અને બહાર સુરક્ષા કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા હતાં.મંચ ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી,અમિત શાહ રાજનાથસિંહ, વિજય રૂપાણી, નડ્ડા બેઠા હતાં. જયારે ફડનવીસ મુખ્યમંત્રીના સોગંદ લેવા માટે ઉભા થયા ત્યારે ભારે સુત્રોચ્ચાર કરવામાં આવ્યો હતાં ભારત માતાની જયના નારા લગાવવામાં આવ્યા હતાં. મોટી સંખ્યામાં લોકો મેદાનમાં હાજર હતાં.