અમરેલી જિલ્લામાં રોઝડાનો ત્રાસ હોવાથી ભૂતકાળમાં રોઝડાને કારણે અનેકવાર જીવલેણ અકસ્માતો થયા છે. જા કે આવા અકસ્માતો અટકાવાનું નામ લેતા નથી. આવો જ એક ગંભીર અકસ્માત બાબરા તાલુકાના ફુલઝર ગામે બનવા પામ્યો હતો. જેમાં બાઈક ચાલક હટાણું કરી પરત આવતો હતો.ત્યારે રોઝડું આડું ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજયું હતું. બાઈક ચાલક જગદીશ સાગડીયાભાઈ જમરે રહે.સાહુરીયાપાની(મધ્યપ્રદેશ) સંજયભાઈ નામના વ્યÂક્ત સાથે મોટા દેવળીયા ગામે હટાણું કરવા ગયા હોય ત્યાંથી આવતા સમયે ગામના પાટીયા પાસે પહોંચતા રોઝડું આડું પડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક ચાલક જગદીશને પેટના અંદરના ભાગે ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન બાઈકચાલક જગદીશનું મોત નિપજયું હતું.