પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલ્તીજા મુફ્તીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઠ પર ‘હિંદુત્વ’નો ઉલ્લેખ કરીને અપમાનજનક ટિપ્પણી કરી છે. જેના કારણે રાજકારણ તેજ બન્યું છે. તેણે એક વિડિયો શેર કર્યો અને લખ્યું કે ભગવાન રામને શરમ આવી રહી હશે… અને હિન્દુત્વને એક રોગ ગણાવ્યો.
ઇલ્તીજા મુફ્તીએ જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં બે બેઠકો પર ચૂંટણી લડી હતી અને બંને બેઠકો પર તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઇલ્તીજા મહેબૂબા મુફ્તીની પુત્રી છે અને આ વખતે તે પહેલીવાર રાજકીય મેદાનમાં ઉતરી હતી.
ઇલ્તીજા મુફ્તીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કરીને નામ લેવાનો ઇનકાર કર્યો હતો. હિંદુત્વ એ એક રોગ છે, જેણે લાખો ભારતીયોને અસર કરી છે અને ભગવાનનું નામ કલંકિત કર્યું છે. વાસ્તવમાં, શિરીન ખાન નામના યુઝર્સ દ્વારા એકસ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે, ‘મુસ્લીમ સગીર છોકરાઓ પર નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો અને તેમને ‘જય શ્રી રામ’ બોલવા મજબૂર કરવામાં આવ્યા. આ ગુનેગારો સામે કેમ કોઈ કાર્યવાહી ન થઈ? જોકે, આ વીડિયો સાચો છે કે નકલી તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં એક છોકરો સગીર બાળકોને ચપ્પલ વડે માર મારી રહ્યો છે અને રડતા બાળકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનો છે. પરંતુ, અમારા તરફથી આ વીડિયોની સત્યતાની પુષ્ટિ કરવામાં આવી નથી. તેમજ આ વીડિયોના સમયને લઈને કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.
અહીં ઇલ્તીજા મુફ્તીના નિવેદન પર રાજકારણ શરૂ થઇ ગયું છે. સોશિયલ મીડિયા પર પણ લોકોએ તેમના પર નિશાન સાધ્યું છે. તેમનું નિવેદન ખોટું હોવાનું કહેવાય છે.
આ પહેલા તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉધયનિધિ સ્ટાલિને હિન્દુત્વ વિરુદ્ધ નિવેદન આપીને રાજકીય વિવાદને જન્મ આપ્યો હતો. ગયા વર્ષે ચેન્નાઈમાં આયોજિત કોન્ફરન્સમાં બોલતા તેમણે કહ્યું હતું કે, જેમ આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોનાવાયરસને ખતમ કરવાની જરૂર છે, તેવી જ રીતે સનાતનને પણ ખતમ કરવાની જરૂર છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, પરંતુ તેને ખતમ કરી દેવો જોઈએ.