ગાંધીનગર પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બ્રેઝા કાર એક ટ્રક પાછળ ટકરાતા બે યુવકના મોત નીપજ્યા હતા. આ બનાવની વિગત મુજબ બેર્ગર નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે ગત મધરાતે ટ્રકની પાછળ બ્રેઝા કાર ઘુસી જતાં બે યુવાનના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. અકસ્માત એટલો ભયાવહ હતો કે, ગાંધીનગર ફાયર બ્રિગેડને કારનો દરવાજા અને બોડી રેસ્કયુ સાધનો વડે કાપીને મૃતદેહ બહાર કાઢવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરના લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે મધરાતે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે યુવાનોને કાળ ભરખી ગયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર નાના ચિલોડા સર્કલથી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે ટ્રકની પાછળ બ્રેઝા કાર પૂરપાટ ઝડપે ઘુસી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા કારનાં આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો.