સાવરકુંડલામાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા શુક્રવારે ૩૩૨મો વિનામૂલ્યે મહા નેત્રયજ્ઞ અને નેત્રમણી કેમ્પમાં કુલ ૯૫ દર્દીઓએ લાભ લીધો હતો, તેમાં જે ૧૬ દર્દીઓને નેત્રમણીની આવશ્યકતા હતી તેમને વિરનગર મોકલવામાં આવેલ. બાકીના તમામ દર્દીઓને આંખનાં ટીપા, ટ્યૂબ તથા બેતાળાના ચશ્મા આપવામાં આવેલ. આ મહા નેત્રયજ્ઞમાં મુખ્ય દાતા મુંબઈ નિવાસી પારેખ ચેરીટેબલ ટ્રસ્ટનાં સ્વ. જયંતીલાલ કેશવજીભાઇ પારેખ તેમજ સ્વ. મનુભાઈ કેશવજીભાઇ પારેખ હસ્તે, ભરતભાઈ, ગૌતમભાઈ અને જયેશભાઈ હાજર રહ્યા હતા. સંસ્થાના વડા શાસ્ત્રી ભગવતપ્રસાદ દાસજીસ્વામી સાથે ટ્રસ્ટના દાતા દ્વારા દીપ પ્રાગટય કરી નેત્ર કેમ્પનો પ્રારંભ કરાયો હતો. આ કાર્ય સંસ્થાના પ્રમુખ હરિપ્રસાદદાસજી સ્વામી, કોઠારી સ્વામી શ્રી અક્ષર મુક્ત સ્વામી, શુકદેવજી સ્વામીનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ.