તાતણીયા ગામમાં આજે વિકાસનાં નવા દ્વાર ખુલ્યા છે. ધારાસભ્ય જે.વી. કાકડીયાના પ્રયાસોથી ગામમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોમાં સીસી રોડ, બ્લોક રોડ, સ્મશાન છાપરી, શેડ, પંચાયત ઘરનું નવીનીકરણ અને ગટર વ્યવસ્થાનો સમાવેશ થાય છે. આ પ્રસંગે તાલુકા પંચાયતનાં સદસ્ય અને પૂર્વ કારોબારી ચેરમેન બાવભાઈ ભમ્મર, ગામનાં સરપંચ રાજુભાઈ ભમ્મર, ઉપ સરપંચ ભરતભાઈ ભુકણ, ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઈ ઝાંઝમેરા અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિકાસ કામોથી ગામના લોકોને અનેક સુવિધાઓ મળશે.