અમરેલીની શાંતાબેન હરિભાઈ ગજેરા શાળાના વિદ્યાર્થીઓએ S.G.F.Iની ઓછી જાણીતી એવી કુરાશ ગેમ્સમાં વિવિધ મેડલ્સ મેળવ્યા હતા. ૧ ડિસેમ્બરે આણંદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં જુદા-જુદા જિલ્લાના ખેલાડીઓ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. જેમાં શ્રીમતી એસ.એચ.ગજેરા કેમ્પસ સ્કૂલ વિભાગના ખેલાડીઓએ ગેમમાં ૧-ગોલ્ડ, ૩- સિલ્વર અને ૪-બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા. મકવાણા કુલદીપ ૭૩ાખ્ત ગોલ્ડ મેડલ, કુવાડીયા મિતેશ ૮૦kg સિલ્વર મેડલ, ડાભી ધૃવિલ ૪૦kg સિલ્વર મેડલ, મોડ કૃપાલસિંહ -૩૫ાખ્ત સિલ્વર મેડલ, બરવાળીયા ફેનીલ ૪૫ાખ્ત બ્રોન્ઝ મેડલ, નાથજી મીત ૪૫kg બ્રોન્ઝ મેડલ, પટેલ હિલ ૬૬kg બ્રોન્ઝ મેડલ, રાદડિયા દેવાંશ ૬૦kg બ્રોન્ઝ મેડલ મેળવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મંત્રી મનસુખભાઈ ધાનાણી તેમજ કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણીએ કોચ અને ટ્રેનરને પણ અભિનંદન પાઠવ્યા હતા.