ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક
પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત, દ્વારા મહેસાણા ખાતે શાળાકીય રાજયકક્ષાની (જીય્હ્લૈં) ૧૯ વોલીબોલ (બહેનો) સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગીર સોમનાથ જિલ્લાની મહિલા ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરીને ગીર સોમનાથ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. જેમાં, કોડીનારની સોમનાથ ડીએલએસએસ શાળાની સૌથી વધુ ૧૦ બહેનો જ્યારે, ૧ બહેન સુત્રાપાડા અને ૧ બહેન જે.આર.વાળા શાળા, સરખડીની હતી.