રાજુલાના રામપરા-૨ ગામે રહેતા એક યુવકને સામો મળીશ તો ગાડી માથે ચડાવી દઈશ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે વાજસુરભાઈ ટપુભાઈ વાઘ (ઉ.વ.૩૨)એ દુલાભાઈ શાર્દુળભાઈ વાઘ, જંડુરભાઈ રામભાઈ વાઘ તથા ભોળાભાઈ બાવભાઈ વાઘ, નકાભાઈ સામતભાઈ વાઘ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમને જંડુરભાઈ વાઘના પિતા સાથે બે મહિના પહેલા મારામારી થઈ હતી. તેનું મનદુઃખ રાખી આરોપીએ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે એકસંપ કરી ગુનાહીત કાવતરૂ રચી આડેધડ માર માર્યો હતો. તેમજ તેમને ઢીકાપાટુનો મુંઢમાર મારીને પાછો મળીશ તો ગાડી માથે ચડાવી જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનના એએસઆઈ વી.એચ. છત્રોડીયા વધુ તપાસ કરી રહ્યા છે.