ધોરાજીમાં એસટી ડેપો ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને ડેપોના કર્મચારીઓના સહકારથી આંખના દર્દીઓની તપાસ અને નિઃશુલ્ક ચશ્મા વિતરણનો કેમ્પ યોજાયો હતો. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નયનાબેન અંટાળા, પ્રકાશભાઈ ગાલોરીયા તેમજ એસટી ડેપોના અધિકારી, કર્મચારીઓના સહયોગથી યોજાયેલ કેમ્પમાં નેત્રરોગના નિષ્ણાત તબીબો દ્વારા ૪૦૦ જેટલાં લોકોની તપાસ કરાઈ હતી. જેમાં ૩૮૧ લોકોને નિઃશુલ્ક ચશ્મા આપવામાં આવ્યા હતા.